ઇસરોનો ઈતિહાસ :   PSLV-C42 સાથે બે બ્રિટિશ સેટેલાઇટ લોન્ચ થયા

1296

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પોતાનું સેટેલાઇટ કેરિયર પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) સી ૪૨ની સાથે બે બ્રિટિશ સેટેલાઇટ મોકલ્યા હતા. આ બંન્ને સેટેલાઇટ પૃથ્વીની ગતિવિધિઓ પર નજર રાખશે. તેનાં નામ Nova SAR અને જી૧-૪ છે. ઉલ્લેખનીય છે કે આ  PSLVની ૪૪મી ઉડાન હતી. ગત ત્રણ વર્ષોમાં ઇસરોએ કુલ ૫૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બ્રિટનનાં સર્રે સેટેલાઇટ ટેક્નોલોજી લિમિટેડનાં આ સેટેલાઇટ્‌સનું કુલ વજન ૮૮૯ કિલોગ્રામ છે. ઉલ્લેખનીય છે કે ભારત વૈશ્વિક સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં ૩૦૦ બિલિયન ડોલરથી વધુની ભાગીદારી સાથે અગ્રણી દેશ બની ચુક્યો છે. ગત થોડા સમયથી ઇસરો વિશ્વમાં સૌથી ઓછા ખર્ચમાં સેટેલાઇટ મોકલવાનું કામ કરી રહ્યું છે. પીએસએલવી સી-૪૨ પહેલી એવી ઉડાન જે સમગ્ર રીતે વ્યાવસાયિક રીતે મોકલવામાં આવી.

ગત પાંચ મહિના બાદ ઇસરોએ આ પહેલું સેટેલાઇટ લોન્ચ કર્યું છે. રવિવારે ૧૦.૦૮ વાગ્યે આ સેટેલાઇટ શ્રીહરિકોટાથી છોડવામાં આવ્યો હતો. પહેલો સ્ટેજ બે મિનિટ બાદ અલગ થયો અને ચોથો તબક્કાનાં ૧૭ મિનિટ બાદ અલગ થયો. સેટેલાઇટ ઉડાનની ૧૭ મિનિટ ૪૪ સેકન્ડ બાદ અલગ થયું અને ૫૮૩ કિલોમીટર દુર પોતાની કક્ષામાં સ્થાપિત થઇ ગયો.

આ લોન્ચમાં મોકલવામાં આવેલા બન્ને સેટેલાઇટ બ્રિટનનાં છે. તેને ઇસરોની કોમર્શિયલ વિંગ અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યા છે. એક એસ બેન્ડ સિન્થેટિક અપર્ચર સેટેલાઇટ છે. જે ફોરેસ્ટ મૈપિંગ, પુર અને કુદરતી આફતનું મોનિટરિંગ કરશે. જી૧૪ એક હાઇ રિઝોલ્યુશન ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જે સ્ત્રોતોના સર્વે, પર્યાવરણ મોનિટરિંગ, અર્બન મોનિટરિંગ અને ડિઝાસ્ટર મોનિટરિંગનું કામ કરશે.

આ લોન્ચથી ઇસરોની વ્યાવસાયિક વિંગ અંતરિક્ષને આશા છે કે ભવિષ્યમાં પણ લોન્ચનાં મોટા ઓર્ડર મળશે અને ઇસરોને તેના થકી ઘણી સારી કમાણી થશે. એપ્રીલ ૨૦૧૫થી માર્ચ ૨૦૧૮ સુધી ઇસરોએ કુલ ૫૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં ૧૦થી ૨૦ ટકા કમાણી સેટેલાઇટ લોન્ચ થકી જ્યારે અન્ય કમાણી બીજા માધ્યમોથી થઇ છે.

Previous articleબેંક ઓફ બરોડા, વિજયા અને દેનાબેંકને મર્જર કરાશે :  જેટલી
Next article3 વર્ષની બાળકીનું બિસ્કિટ અપાવવાની લાલચમાં અપહરણ