થાઇલેન્ડ ગુફામાં ફસાયેલાં બાળકોને બચાવનાર ડાઇવરે એલન મસ્ક પર બદનક્ષીનો કેસ કર્યો

967

બ્રિટીશ મરજીવા (ડાઇવર) વર્નોન અનસ્વોર્થે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્ક વિરુદ્ધ ૭પ,૦૦૦ ડોલર (રૂ.પ૪.૪૦ લાખ)નો બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. વર્નોન અનસ્વોર્થનું કહેવું છે કે એલન મસ્કે કોઇ પણ જાતના પુરાવા વગર મારા વિરુદ્ધ આરોપ મૂકયા હતા. મને બાળકોનું યૌનશોષણ કરનાર ગણાવ્યો હતો.

અદાલતમાં દાખલ કરાયેલ અરજીમાં વળતરની રકમની સાથે એલન મસ્કના નિવેદનો પર પ્રતિબંધ મૂકવા અપીલ કરી છે. વર્નોન અનસ્વોર્થે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલ ૧ર બાળકોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

થાઇલેન્ડની ગુફામાંથી ફસાયેલા બાળકોને બહાર કાઢવાની કવાયત દરમિયાન એલન મસ્કે એક નાની સબમરીનનો ઉપયોગ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સબમરીનની એક તસવીર પણ ટિ્‌વટર પર પોસ્ટ કરી હતી.

વર્નોન અનસ્વોર્થે મીડિયાને જણાવ્યું હતું કે સબમરીનની વાત એક માત્ર પીઆર સ્ટન્ટ હતો. સબમરીન ગુફામાં કામ કરી શકે નહીં. મસ્કના આ નિવેદન બાદ તેમની ટેસ્લાનો શેર ર.૭પ ટકા તૂટી ગયો હતો.

માર્કેટકેપ રૂ.૧૪,૦૦૦ કરોડ ઘટી ગયું હતું. ત્યાર બાદ મસ્કે વર્નોન અનસ્વોર્થની માફી માગી હતી. ટિ્‌વટમાં મસ્કે જણાવ્યું હતું કે મેં જે કંઇ કહ્યું છે તે ખોટું હતું. મારી જ બધી ભૂલ હતી. એટલા માટે હું વર્નોન અનસ્વોર્થની મારી કંપની વતી માફી માગું છું.

Previous articleકર્ણાટકના કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પર ઈડીએ કેસ દાખલ કર્યો
Next articleદિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ માકને રાજીનામું આપ્યુ હોવાની વાતને કોંગ્રેસે નકારી