કર્ણાટકના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મંત્રી ડીકે શિવકુમાર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ઇડી)એ કેસ દાખલ કર્યો છે. ગયા વર્ષે તેમના ઘરમાંથી રોકડ મળવા બાબતે એફઆઇઆર દાખલ કરાઇ છે. મીડિયાના રિપોટ્ર્સ મુજબ કાળા નાણા મામલે ઇડી શિવકુમારની ધરપકડ કોઇપણ ક્ષણે કરી શકે છે. ગત વર્ષે આયકર વિભાગ દ્વારા કરાયેલા દરોડામાં શિવકુમાર અને તેમના સંબંધીઓના ઘરમાંથી ૪ કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી.
ઇડીની પૂછપરછ દરમિયાન શિવકુમાર આ રકમના સ્ત્રોતની જાણકારી આપી શક્યા નહતા. ઇડીએ શિવકુમાર અને તેમના નજીકના લોકોના ઘરો અને કાર્યાલયોમાં દરોડા પાડ્યા હતા, આ દરોડામાં રદ કરાયેલી ચલણી નોટોની ગેરકાયદે અદલાબદલીમાં બેંગલુરુ, કનકપુર અને રામનગરમાં પાંચ જગ્યાઓ પરથી રોકડ રકમ જપ્ત કરી હતી.
સીબીઆઇએ વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડીકે શિવકુમાર સાથે જોડાયેલા કેટલાક લોકોના આવાસો અને કાર્યલયો પર દરોડા પાડ્યા હતા અને રદ કરાયેલી ચલણી નોટો જપ્ત કરી હતી.આ દરમિયાન શિવકુમારના સાંસદ ભાઇ ડીકે સુરેશે આ કાર્યવાહીને ભાજપનો સમજી વિચારેલો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આયકર વિભાગ, સીબીઆઇ અને ઇડી ભાજપની વિંગ તરીકે કાર્ય કરે છે. ત્યારે જ તેમણે આ વાતની આશંકા વ્યક્ત કરી કે ઇડી શિવકુમારની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. કર્ણાટકના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મંત્રી ડીકે શિવકુમાર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ઇડી)એ કેસ દાખલ કર્યો છે.