પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે ભાવનગર ખાતે રોડ-શો યોજી જાહેરસભા સંબોધી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ બે દિવસથી ભાવનગર જિલ્લાના પ્રવાસે છે. શનિવારે સિહોર, પાલીતાણા પંથકનો પ્રવાસ અને જાહેરસભા યોજ્યા બાદ આજે ભાવનગર ખાતે રોડ-શો યોજાયો હતો.
જય સરદાર-જય પાટીદારના નારા સાથે યોજાયેલ રોડ શોમાં પાટીદાર સમાજ બાઈક તથા કાર રેલી રૂપે જોડાયો હતો. નારી ચોકડીથી શરૂ થયેલ રોડ-શો નિલમબાગ, પાનવાડી થઈ જશોનાથ સર્કલ પહોંચ્યો હતો. જ્યાં હાર્દિક પટેલે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી ફર્યા બાદ પ્રગતિ મંડળની વાડી ખાતે રેલીનું સમાપન થયું હતું. જ્યાં યોજાયેલ જાહેરસભામાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ જાહેરસભામાં મોટીસંખ્યામાં પાટીદાર સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને જય સરદાર-જય પાટીદારના નારા લગાવ્યા હતા.