ટ્રમ્પે ૨૦૦ બિલિયન ડોલર ચીનની પ્રોડક્ટ પર ૧૦% ટેક્સ ઝીંક્યો

853

અમેરિકા અને ચીન વચ્ચે સાઇલન્ટ ટ્રેડ વોર ચાલી રહ્યો છે. બંને દેશોના સંબંધ છેલ્લાં એક વર્ષથી વધારે સમયથી વધુને વધુ વણસી રહ્યાં છે. છેલ્લાં થોડા મહિનાઓમાં બંને દેશોએ પોતાના વ્યાપારિક સંબંધોમાં એક બીજા પર અલગ અલગ આરોપો લગાવી ઉત્પાદકોની આયાત-નિકાસ પર બંને તરફ ટેક્સ વધારી રહ્યાં છે. ધ ગાર્ડિયન અખબારની માહિતી મુજબ ટ્રમ્પે સોમવારે ૨૦૦ બિલિયન ડોલરની ચીનની પ્રોડ્‌કટ પર ૧૦ ટકા ટેરિફ થોપી દીધો છે. આ ટેરિફ ૨૪ સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે અને આગામી વર્ષથી ૨૫ ટકાના દરે વધી જશે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાને વચ્ચે સ્થિતિ વધુ બગડી શકે છે.

વ્હાઈટ હાઉસે જાહેર કરેલાં નિવેદનમાં કહ્યું કે જો ચીને આ ટેરિફની પ્રતિક્રિયામાં કોઈ અમેરિકી વસ્તુઓ પર જવાબી કાર્યવાહી કરી તો અમેરિકા જવાબમાં ૨૬૭ બિલિયન અમેરિકી ડોલરની ચીનની પ્રોડ્‌કટ પર વધુ ટેરિફની જાહેરાત કરી શકે છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે આ નિર્ણય ત્યારે લઈ રહ્યાં છીએ જ્યારે યુનાઈટેડ સ્ટેટ્‌સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના રિપોર્ટથી ખ્યાલ આવ્યો કે ચીન અનેક અનુચિત નીતિઓમાં લિપ્ત છે અને અમેરિકાની ટેકનોલોજી અને ઈન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચીન અમેરિકી કંપનીઓને પોતાની ટેકનોલોજી ચીની કંપનીઓને વેચવા પર મજબૂર કરી રહ્યાં છે. ચીનની આ હરકતોથી અમેરિકાની અર્થવ્યવસ્થાને લાંબા ટર્મમાં નુકસાન પહોંચી શકે છે.”

ટ્રમ્પે કહ્યું કે તેમના વહિવટી તંત્રએ ચીનથી પોતાની અનુચિત નીતિઓને બદલવા અને અમેરિકી કંપનીઓની સાથે ન્યાયપૂર્ણ અને પારસ્પરિક સંબંધોને મહત્વ આપે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ચીન અમેરિકાના આ પગલાંને મહત્વ આપશે કે જેથી બંને દેશોના સંબંધોમાં સુધારો આવે.

 

Previous articleટ્રેન મુસાફરીમાં નવી ક્રાંતિ, જર્મનીએ દોડાવી દુનિયાની પહેલી હાઈડ્રોજન સંચાલિત ટ્રેન
Next articleનીતુ ચંદ્રએ અમેરિકામાં કરી ગણેશ પૂજા!