ગુજરાતી એકશન, ડ્રામા ફિલ્મ સુર્યાંશ પ ઓકટો. રીલીઝ થશે

1253

કરણ એક બહાદુર અને પ્રમાણિક પોલીસ ઓફિસર છે જે શહેરમાં થતા ગુનાઓને રોકવા તથા ગુનેગારોને પકડવાના મિશન પર હોય છે. શહેરમાં થતા ગુનાઓના કિંગ ગણાતા વિક્રમ રાણા, જે પોલીસની શંકાના ટોપ લિસ્ટમાં છે અને આ એ જ વ્યકિત છે જેને કારણ પોતાના ગુરૂ માને છે. કરણ શહેરમાં એક ખુનની સાથો સાથ થઈ રહેલી અજીબ ઘટનાઓની પણ તપાસ કરે છે. જેમ જેમ તે તપાસ કરે છે તેમ તેમ તે વધારે જટિલ બનતું જાય છે. તેણે જેટલા લોકો પર વિશવાસ કર્યો તે બધા જ લોકો ગુનામાં શામિલ હોય છે અને તપાસનું કોઈ પરિણામ ના આવ્યું. કરણની આ સત્યની શોધમાં તેની સાથે એક પ્રેસ રિપોર્ટર અદિતિ તથા સબ ઈન્સ્પેકટર જહાંગીર ખાન જોડાય છે. તેથી આ ફીલ્મ એક થ્રિલરભરી રોલર કોસ્ટર રાઈડ છે જેમાં એકશન, ડ્રામા, ઈમોશન, રહસ્ય અને એક એવો અંત જેની આગાહી કરવી મુશ્કેલ છે.

Previous articleઆલિયા ભટ્ટે ફી વધારી દેતા કેટલાક નિર્માતા પરેશાન છે
Next articleમારો પહેલો બ્રેક મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો : શાહિદ કપૂર