આગામી દિવસોમાં ખેડૂતલક્ષી મોટી જાહેરાત થઈ શકે તેવા સંકેત

935

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખતા મોટી જાહેરાત કરવાની વાત કરી છે. નીતિન પટેલે કહ્યું કે, આવનારા બે દિવસમાં  ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવશે.

આજની કોંગ્રેસની આક્રોશ રેલીમાં નીતિન પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ ધરી કોંગ્રેસનો વિરોધ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી કામગીરી સામે કોંગ્રેસ ભૂતકાળની સરખામણી કરે. અમે ૨૨ વર્ષમાં એકપણ વખત ખેડૂતો પર અત્યાચાર કર્યો નથી. જ્યારે કોંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા છે. યુવા કોંગ્રેસીઓ અત્યારે હોદ્દેદારો છે. કોંગ્રેસ શાસનનો ભૂતકાળ છાપામાં જોઈ લો. કોંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી. કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે નિષ્ફળ છે.

સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં ૭૦થી ૮૦% સબસિડી અમે ખેડૂતોને આપી છે. ખેડૂતો વતી દર વર્ષે ૫ હજાર કરોડ આપ્યા છે. કોંગ્રેસને સાચી રીતે ખેડૂતોના પ્રશ્ન ઉકેલવામાં રસ નથી. બસ આવા તાયફા કરીને રાજ્યની શાંતિ ડહોળી રહ્યું છે. ખેડૂતોની મદદ માટે મંત્રી અને સરકારને મળવું જોઈએ.

વિધાનસભા સત્રની શરૂઆત થતા જ કોગ્રેસના ધારાસભ્યોએ જય સરદાર લખેલી ટોપી પહેરીને ગૃહમાં પ્રવેશ કર્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલ, લલીત વસોયા, આશાબેન પટેલ ગૃહમા જય સરદારની ટોપી પહેરી પ્રવેશ કર્યો હતો. જ્યારે પોલીસ અને કોંગ્રેસના વિરજી ઠુમ્મર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. મથાકૂટ થતા મહિલા પી.એસ.આઇને ધક્કો માર્યો હતો.

આ વખતના સત્રનાં બીજા દિવસે ગૃહમાં છ વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ફોજદારી કાયદો- ગુજરાત સુધારા વિધેયકનો સમાવેશ કરાશે. ગુજરાત નગરપાલિકા- સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે આજે સવારે સત્ર શરૂ થવાના ટાણે આક્રોશ, રેલી દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે નવ વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ ૧૦ વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ થયો નથી. રેલીમાં મૂકવામાં આવેલી ખુરશીઓમાં હજુ સુધી પૂરતી સંખ્યા જોવા મળી નથી. મંચ પર તમામ નેતાઓનો જમાવડો થઈ ગયો છે. પરંતુ ખેડૂતો ખુરશીઓમાં દેખાઈ રહ્યા નથી. લોકોની પાંખી હાજરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ લોકોને તેમના કાર્યક્રમ સુધી પહોંચવા નથી દેતી.

Previous articleચૂંટણી પહેલા પી.એમ.એ કરેલી વાતો અને વાયદાનો હિસાબ આપો : શંકરસિંહ વાઘેલા
Next articleલીવરપુરના ર૦માં સ્ટોરનો અમદાવાદમાં શુભારંભ