લીવરપુરના ર૦માં સ્ટોરનો અમદાવાદમાં શુભારંભ

827

લીવરપુલ સને ર૦૦૬માં પોતાની કામગીરી તેના બે યુવાન ડિરેકટર ગૌરવરાજસિંઘ અને અભયસિંઘ રાઠોડની સાથે શરૂ કરી હતી. બંને ડાયરેકટરની ઉંમર હાલમાં પણ ર૦ વર્ષની આસપાસ છે. અને તેમની ઈચ્છા આ પુરૂષો માટે બ્રાન્ડેડ તૈયાર કપડાં લોન્ચ કરવાની હતી, જેથી યુવાન દેખાવાની સાથે બ્રાન્ડેડ કપડાં પહેરવાની યુવાનોની મહત્વાકાંક્ષા પુરી કરી શકે છે. આમ લીવરપુલની સ્થાપના ઉચ્ચ ગુણવત્તાવાળા બ્રાન્ડેડ કપડાં અને દરેકના પોકેટને પોષાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવાની ભાવના સાથે થઈ છે.

સિડનીથી એમ.બી.એ.ની ડીગ્રી ધરાવનાર કંપનીના ડાયરેકટર્સ લોકો સાથે યોગ્ય સંયોજન સાથે પ્રબળ પ્રભાવ પાડતા લિવરપુલ મેન્સ ક્લોથીંગ શ્રેણીનો આજે ઓનલાઈન ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા ૪ રાજયોમાં ૧૪ સ્ટોર્સ મારફતે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

લિવરપુલના જણાવ્યા પ્રમાણે તેઓ બે વર્ષમાં આખા દેશમાં સીમાચીન્હ ર૦૦ સ્ટોર ખોલી લોકોની લાઈફ સ્ટાઈલમાં પરિવર્તન લાવવા માંગે છે. યુવાનોને પસંદ પડે તેવી ડીઝાઈન, ગુણવત્તાસભર પ્રોડકટ અને વ્યાજબી ભાવ સાથે લીવરપુલ ખાતરીપુર્વક આગળ જશે તેમાં શંકા નથી. અમદાવાદ સિંધુ ભવન રોડ જેવા પશો વિસ્તારમાં ર૦માં સ્ટોરનું શુભારંભ થવા જઈ રહ્યું છે. આ એક આધુનિક ભાવ સાથેનું પ્રિમિયર સ્ટોર હશે.

Previous articleઆગામી દિવસોમાં ખેડૂતલક્ષી મોટી જાહેરાત થઈ શકે તેવા સંકેત
Next articleશહેરના બોરતળાવમાં સફાઈ અભિયાન