દિકરીઓ સાથે દુષ્કર્મથી દેશ શર્મસાર,પીએમનું મૌન અસ્વીકાર્ય : રાહુલ ગાંધી

720

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે આંધ્રપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓએ કુરનુલમાં બાળકો સાથે મુલાકાત કરી અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી. છેલ્લાં થોડાં દિવસથી દેશમાં અલગ અલગ જગ્યાએ રેપની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓથી દેશમાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ ઘટનાઓ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેઓએ આ મુદ્દે વડાપ્રધાનના મૌન અંગે સવાલ ઉઠાવ્યાં છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ટ્‌વીટ કરી દેશમાં ફરી એક વખત દીકરીઓની સાથે ગેંગરેપની ઘટનાઓ સામે આવી રહી છે.

વડાપ્રધાન મોદી આ મુદ્દે મૌન છે તે વાત અસ્વીકાર્ય છે. રાહુલે લખ્યું કે આવી સરકાર પર શરમ આવે છે જે દેશની મહિલાઓને અસુરક્ષિત અને ડરમાં જીવવા માટે રાખે છે, જ્યારે રેપિસ્ટ બેખૌફ બની ફરી રહ્યાં છે. રેવાડી મામલે કોંગ્રેસ પાર્ટી સતત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ઘેરી રહી છે. જેને લઈને અનેક જગ્યાએ પ્રદર્શન પણ કરવામાં આવ્યાં છે.રાહુલ ગાંધીએ સભા સંબોધતા લિંગભેદ પર કહ્યું કે, “પુરૂષોની માનસિકતા એવી થઈ છે કે તેઓ મહિલાઓને પોતાની સમકક્ષ નથી સમજતા. આપણે તેને યોગ્ય કરવું પડશે, તે માટે સમાજમાં બદલાવ લાવવો જરૂરી છે. ત્યારે જ પુરૂષ મહિલાઓને બરાબરનો દરજ્જો આપશે.”

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, “આ માટે જરૂરી છે કે પોલીસ અને પોલિટિક્સમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. સંસદમાં મહિલા આરક્ષણ બિલ લાવવું જોઈએ. પરંતુ વડાપ્રધાન આ મુદ્દે મૌન છે. અમે તેમને કહ્યું કે તેઓ મહિલા આરક્ષણ બિલને પાસ કરે, કોંગ્રેસ પૂરું સમર્થન આપશે. પરંતુ તેઓએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા જ ન આપી.

Previous articleપાકિસ્તાન મુલાકાત દરમ્યાન સિદ્ધુનું વર્તન યોગ્ય નહોતું : સુષ્મા સ્વરાજ
Next articleચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું – કોંગ્રેસ અને તેના નેતા અમને ઇલેક્શન કરાવતા ના શીખવાડે