ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે લગભગ ૧૩ વર્ષ લાંબુ નેતૃત્વ પુરું પાડનારા મોદીના વડાપ્રધાન થયા બાદ પ્રદેશ ભાજપમાં જાણે કે શૂન્યાવકાશની સ્થિતિ દેખાઈ રહી છે. કદાચ તેને કારણે જ ગુજરાતમાં ભાજપ સામેની એન્ટિઈન્કમ્બન્સી છેલ્લા અઢી વર્ષમાં મજબૂત બની છે અને ગુજરાતે આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી એમ બે મુખ્યપ્રધાનો પણ ટૂંકા ગાળામાં જોયા છે.
૨૦૦૧ના ભૂકંપ બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં નબળા દેખાવના આધારે તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૨માં ગુજરાતમાં બનેલી કમનસીબ ઘટનાઓ વચ્ચે ગૌરવયાત્રાના માધ્યમથી મોદીએ ભાજપને જંગી બહુમતી અપાવી હતી.
૨૦૦૭માં પણ મોદી ભાજપમાં આંતરીક વિરોધ અને બળવાના તબક્કામાં ચૂંટણી જીત્યા હતા. બાદમાં તેમણે પોતાની છબીને વિકાસપુરુષ તરીકે વધુ દ્રઢ બનાવી અને છેલ્લે તો મોદીએ સદભાવનાપુરુષ તરીકે સ્થાપિત થવા માટે ગુજરાતના જિલ્લે-જિલ્લે સદભાવના ઉપવાસ કર્યા હતા. ગુજરાતના વિકાસ મોડલ અને પોતાની આગવી રાજકીય ઓળખના પ્રતાપે નરેન્દ્ર મોદી અનેક રાજકીય વિરોધો વચ્ચે ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. મોદીએ ગુજરાતની કમાન તેમના અત્યંત વિશ્વાસુ આનંદીબહેન પટેલને સોંપી હતી.

આનંદીબહેન પટેલના કાર્યકાળમાં પાટીદાર અનામત આંદોલનની માગણી અને હાર્દિક પટેલના ઉદયની સાથે ભાજપ હાઈકમાન્ડે આનંદીબહેનના સ્થાને વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવ્યા હતા. પરંતુ રૂપાણીના કાર્યકાળમાં પણ રાજકીય પડકારો યથાવત રહ્યા છે. તેનો અંદાજો ૧૨ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં થયેલી કરોડોની વિકાસ યોજનાના એલાનો અને રાહતો પરથી આવી જાય છે. તેથી ગુજરાતમાં મોદી વગર યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે એક મુશ્કેલ ડગર સાબિત થવાની છે.