ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે કોંગ્રેસ અને તેના નેતા જેવી રીતે ઇચ્છે છે તે રીતે દેશમાં ચૂંટણી કરાવવા માટે ચૂંટણી કમિશન બંધાયેલ નથી. કોંગ્રેસ નેતા કમલનાથ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતા ઇલેક્શન કમિશન (ઇસી)એ એ વાત પર ભાર આપ્યો હતો કે આ એક સંવૈધાનિક સંસ્થા છે. જે કોઈ રાજનીતિ દળના નિર્દેશો પ્રમાણે નહીં નિયમો અને કાયદા પ્રમાણે કામ કરે છે.ઇસી તરફથી દાખલ કરવામાં આવેલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચના કામ કરવા પર સવાલ ઉઠાવવો અરજીકર્તા તેમની પાર્ટી કે સંગઠનના ક્ષેત્રધિકારની અંદર નથી. કમલનાથ અને તેમની પાર્ટી એકના એક મુદ્દાને ઉઠાવીને સુપ્રીમ કોર્ટનો સમય ખરાબ કરી શકે નહીં અને ચૂંટણી કમિશન જેવા સંવૈધાનિક સંસ્થાના કામકાજમાં હસ્તક્ષેપ પણ કરી શકે નહીં.
ઇસીએ કહ્યું હતું કે કમલનાથ અને તેમની પાર્ટી ભારતના ચૂંટણી પંચને કોઈ વિશેષ તરીકેથી ચૂંટણી આયોજીત કરવા (વીવીપીએટના કાર્યાન્વયન સહિત)માટે નિર્દેશિત કરી શકે નહીં.ચૂંટણી પંચે કહ્યું હતું કે અરજીમાં પંચ પર લગાવેલા આરોપો ખોટા, નિરાધાર અને ભ્રામક છે. સુનાવણી દરમિયાન પંચે કહ્યું હતું કે તે પોતાનું કામ કરી રહ્યું છે. તેના કામમાં આવી અરજીઓ દ્વારા દખલ કરવો યોગ્ય નથી. ઇસી પોતાની ભૂમિકા અને કર્તવ્યોને લઈને સર્તક છે. સાથે ઇવીએમની ખરીદી અને સુરક્ષા નિશ્ચિત કરવા, વીવીપીએટની છપાઇ, મશીનોની મોક ટેસ્ટિંગ, અધિકારીઓની નિમણુક વગેરે સુનિશ્ચિત કરવા માટે બધા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.