વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે વીડિયો કોન્ફરન દ્વારા મૈત્રી પાઇપલાઇનનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંન્ને દેશોની વચ્ચે સહયોગ વિશ્વ માટે એક ઉદહરણ છે. ભારત- બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન યોજના ૧૩૦ કિલોમીટર કરી છે. આ ભારતમાં પશ્ચિમ બંગાળના સિલીગુડીને બાંગ્લાદેશના દિનપુર જિલ્લાનાં પર્વતીપુર સાથે જોડશે. તે ૩૪૬ કરોડ રૂપિયાની યોજના ૩૦ મહીનામાં પુર્ણ થશે. આ ક્ષમતા ૧૦ લાખ ટન વાર્ષિક હસે. બંન્ને દેશોએ એપ્રીલમાં વિદેશ સચિવ વિજય ગોખલેની ઢાકા યાત્રા દરમિયાન આ પાઇપલાઇનનાં નિર્માણ માટે કરાર કર્યો હતો. એક અધિકારીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બંન્ને દેશોની વચ્ચે સહયોગને વિશ્વના માટે એક ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બંન્ને ભૌગોલિક અને પારિવારિક, ભાવનાત્મક રીતે પાડોશી છે. વડાપ્રધાને કહ્યું કે, આ પ્રસ્તાવિત પાઇપલાઇનથી નમાત્ર બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પરંતુ બંન્ને દેશોના સંબંધોને પણ નવી ઉર્જા પ્રાપ્ત થશે. એક અધિકારીક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બંન્ને દેશોની વચ્ચે સહયોગને વિશ્વ માટે એક ઉદાહરણ ગણાવ્યું છે.
તેમણે કહ્હયું કે, બંન્ને ભૌગોલિક અને પારિવારિક, ભાવનાત્મક રીતે પાડોશી છે.પાઇપલાઇન ઉપરાંત બંન્ને નેતાઓએ બાંગ્લાદેશ રેલ્વેની ઢાકા-ટોંગી ખંડ અને ટોંગી જયદેવપુર ખંડમાં ત્રીજી અને ચોથી ડ્યુલ ગેઝ રેલ્વે લાઇનનું પણ ઉદ્ધાટન કર્યું. મોદીએ કહ્યું કે, ઢાકા -ટોગી-જયદેવપુર રેલ્વે યોજનાથી બંન્ને દેશો વચ્ચે સંપર્ક સુધરશે અને તેનાં કારણે ટેક્સનમાં પણ વધારો થશે.