દિલ્હી સીએમના સત્તાવાર રહેઠાણ પર મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારીના મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ૧૧ અન્ય ધારાસભ્યો સામે આરોપી ગણતા સમન્સ આપ્યા છે. સમગ્ર મામલો ૧૯ ફેબ્રુઆરીનો છે જ્યારે મોડી રાત્રે સીએમના રહેઠાણ પર દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ગેરવર્તન કરીને હાથાપાઇ કરવામાં આવી હતી.
આ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ૧૧ અન્ય ધારાસભ્યો સામે ૧૩ ઓગસ્ટે ચાર્જ શીટ દાખલ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે આ મામલામાં ૧૫૩૩ પાનાની ચાર્જ શીટ દાખલ કરી છે. સુત્રો મુજબ આ કેસમાં કેજરીવાલના સહાલકાર વીકે જૈનને મુખ્ય સાક્ષી બવાનામાં આવ્યા છે. તેમણે પોતાના નિવેદનમાં સમગ્ર મામલાનું વર્ણન કર્યું હતું.
ઘટાનાના બે દિવસ પછી સિવિલ લાઇન્સ પોલીસે વીકે જૈનની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં તેમણે સહયોગ આપ્યો ન હતો પરંતુ મેજિસ્ટ્રેટ સામે એક બંધ રૂમમાં તેમણે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું, જે પછી પોલીસે તેમને સાક્ષી બનાવાનો નિર્ણય કર્યો હતો.