શહેરના કાળીયાબીડ વિસ્તારમાં નવી કોર્ટ બનાવવા માટે સરકારે ફાળવેલ જમીન પર શૈક્ષણિક સંસ્થાએ લાંબા સમયથી કબ્ઝો વાળેલો હોય જે દબાણોને તંત્રએ દુર કરી આરક્ષીત જમીન ખુલ્લી કરી હતી.
શહેરના શૈક્ષણિક ક્ષેત્રના હબ તરીકે પ્રખ્યાત એવા કાળીયાબીડ વિસ્તારના છેવાડે અને સિદસર ગામ તળના સર્વે ર૩ની જમીનને સરકારે ભાવનગરની જનુી કોર્ટને શહેર બહાર સ્થળાંતર કરી નવી કોર્ટ માટે આ જમીનની પસંદગી કરી ફાળવણી કરી હોય પરંતુ આ જમીન પર જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા અન અધિકૃત રીતે દબાણ કર્યું હતું. જ્ઞાનમંજરી એન્જીનીયરીંગ કોલેજ દ્વારા કરાયેલ આ દબાણને દબાણ કર્તાઓ સ્વેચ્છાએ દુર કરે તંત્રએ સત્તાધીશોને વારંવાર નોટીસો પાઠવી હતી. પરંતુ સંચાલકોએ દબાણો દુર કર્યા ન હતા અને આ જગ્યા પર કોઈ કાર્યવાહી ન થાય તે માટે એડી ચોટીનું ઝોર લગાવી રાજકિય ગોડ ફાધરોના શરણે ગયા હતા પરંતુ કોઈપણ દબાણ મુદ્દે દુર કરવાનું ફરમાવી સુપ્રિમ કોર્ટે આપ્યું હોય સમગ્ર મુદ્દે રાજકિય દિગ્ગજોએ હાથ ઉચા કરી દેતા આજરોજ સિટી મામલતદાર વિજયાબેન મકવાણા તથા ટીમએ ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર દબાણો દુર કરી દબાણ મુકત જમીનનો કબ્જો કોર્ટને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.