ઘોઘા નથુગઢ – વાવડી રોડ પર બાઈક ટેમ્પા વચ્ચે અકસ્માત ખેત શ્રમીક યુવાનનું મોત

1435

ઘોઘા તાલુકાના નથુગઢ – વાવડી રોડ પર છોટા હાથી ટેમપો તથા બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં શ્રમજીવી યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે અન્ય બે યુવાનોને સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના ખડસલીયા ગામે રહેતો અને ખેત મજુરી કરતો શ્રમજીવી યુવાન ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રૂપાભાઈ ડાભી (ઉ.વ.રપ) તેનું બાઈક લઈ અન્ય બે યુવાનો સાથે તપસા ગામે કોઈ કામ સબબ ગયો હોય જયાંથી પરત પોતાના ગામ ત્રિપલ સવારીમાં આવી રહ્યો હતો તે વેળા ઘોઘા તણસા રોડ પર નથુગઢ વાવડી ગામ વચ્ચે ઘોઘા તરફથી આવી રહેલ છોટા હાથી ટેમ્પો નં. જી.જે.૪ ઝેડ ર૧૯૩ના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલ ધરમશી તથા બાઈક સવાર અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી પરંતુ ધર્મેન્દ્રને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે અન્ય બન્ને ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનની લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી નાસી છુટેલ છોટા હાથી ટેમ્પાના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleકાળીયાબીડ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલ દબાણોને દુર કરતુ તંત્ર
Next articleનરેન્દ્રસિંહ ચુડાસમાએ માઉન્ટ હનુમાન ટીંમ્બાનું ૧૮૯૩૩ ફુટ શીખર આરોહણ કર્યુ