નરેન્દ્રસિંહ ચુડાસમાએ માઉન્ટ હનુમાન ટીંમ્બાનું ૧૮૯૩૩ ફુટ શીખર આરોહણ કર્યુ

1244

ગુજરાત સરકારના સ્પોન્સર તથા ઈંડિયન માઇન્ટેનરીગ ફાઉન્ડેશન (આઈએમએફ) દ્વારા તા.૨૩ ઓગસ્ટ થી ૧૭ સપ્ટેમ્બર સુધી  આયોજિત હિમાચલપ્રદેશ ખાતે માઉન્ટ હનુમાનટીબ્બા (૧૯૪૫૦ ફૂટ) પ્રવતારોહ અભિયાનનું આયોજન કરેલ જેમાં  ભાવનગર જિલ્લાના  પોલીસ બેડાના વેળાવદર ભાલ પો.સ્ટે ખાતે ફરજ બજાવતા પોલીસ  કોનસ્ટેબલ નરેન્દ્રસિંહ ચુડાસમા નાઓની પસંદગી પામેલ જેઓ ગુજરાતની પ્રવતારોહકની ટિમમા રહી હિમાલયના હાલના વરસાદી માહોલમાં ખૂબ જ ટેકનિકલી હાર્ડ તેમજ સ્નો ફોલના(હિમ વર્ષા) વાઇટ આઉટ તેમજ રોક ફોલ જેવી વિકટ પરિસ્થિતિના વાતાવરણનો સામનો કરી આગળ વધતા માઉન્ટ હનુમાન ટીબ્બાના ૧૮૯૩૩ ફૂટ સુધીનું શિખર આરોહણ કરેલ જેમાં ગુજરાતના ૧૨ પર્વતારોહકો ૧૮૯૩૩ ફિટ સુધી પહોંચી ખુબજ સાહસિક કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.

Previous articleઘોઘા નથુગઢ – વાવડી રોડ પર બાઈક ટેમ્પા વચ્ચે અકસ્માત ખેત શ્રમીક યુવાનનું મોત
Next articleપાલિતાણાના આદપુર ગામના બે શખ્સોની મુંબઈ પોલીસ દ્વારા અટકાયત