રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા કોર્પોરેટર કમલેશ મિરાણીના ૧૩ વર્ષના પુત્રનું વેરાવળમાં રેલવે ફાટક પાસે ટ્રેન સાથે અકસ્માત થયો હતો. ઘટનામાં ૧૩ વર્ષિય રોહનને ગંભીર ઇજા પહોંચતા વેરાવળ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઇ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ સતત હોસ્પિટલ તથા ડોક્ટરોના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના ૧૩ વર્ષના પુત્ર રોહનને વેરાવળ પાસે ટ્રેન સાથે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં રોહન ટ્રેનના પાટા વચ્ચે આવી ગયાનું જાણવા મળ્યું છે, જેમાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટના બાદ રોહનને વેરાવળમાં આવેલી ડો. રોકડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની ૪ ડોક્ટરોની પેનલ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. તો ઘટનાની જાણ થતા જ રાજકોટથી કમલેશભાઇ તથા ઉદય કાનગડ વેરાવળ જવા રવાના થયા હતા. તો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સતત ફોન દ્વારા સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમલેશ મિરાણીના ૧૩ વર્ષિય પુત્ર રોહનનું રેલવે ફાટક પાસે ટ્રેન સાથે અકસ્માત થયું હતું જેમાં તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર દરમિયાન તેને પાંચ બોટલ જેટલું લોહી ચડાવવામાં આવ્યું હતું. જો કે વધુ સારવાર માટે કમલેશભાઇ તેને લઇને રાજકોટ આવવા નીકળ્યા હતા.