રાણપુરમાં નળ-ગટર લાઈન ભળી જતા રોગચાળાની ભીતિ

1028

બોટાદ જીલ્લાનુ રાણપુર તાલુકા કક્ષાનુ ગામ છે અને ૨૦.૦૦૦ હજારની આજુબાજુ વસ્તી ધરાવે છે આ ગામનો વહીવટ ગ્રામ પંચાયત દ્રારા કરવામાં આવે છે.થોડા સમય પહેલા આ ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે.આ અંડર ગ્રાઉન્ડ ગટરની મેઈન ટાંકીઓ વારંવાર છલકાતા ગામમાં ગટરનુ ગંદુપાણી શેરીઓમાં અને પાણીની મેઈન પાઈપ લાઈનમાં ભળતા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય ગામ લોકોને સતાવી રહ્યો છે.

રાણપુર ગામમાં થોડા સમય પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે.આ અંડર ગ્રાઉન્ડની કુંડીઓ વારંવાર ભરાય જતા ગટરનુ ગંદુપાણી ગામની બજારોમાં ફરીવળે છે. તેમજ ગામની પીવાના પાણીની પાઈપલાઈનના વાલ્વ અને ટાંકીઓમાં ગામના ગાયત્રી સોસાયટી,આદિત્યવિલા સોસાયટી,રતન ચોક,ઈશા ખાણીનો ડેલો,કાકરીયા ચોરા,મહેતાની ખાડુ,ત્રિકમપરા સહીતના અનેક વિસ્તારોમાં આ ગટરનુ ગંદુ દુર્ગંધ મારતુ પાણી પીવાની પાઈપલાઈન માં ભળતા લોકોને દુષિત દુર્ગંધ વાળુ પાણી મળી રહ્યુ છે.ત્યારે રાણપુરના અનેક વિસ્તારની મહીલાઓ દ્વારા ગટર નુ પાણી પીવાની પાઈપલાઈનમાં આવે છે તેવી વારંવાર રજુઆત રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી ને કરવામાં આવે છે.રાણપુર ગામમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ સમસ્યાનુ નિરાકરણ તંત્ર દ્વારા કરવામાં આવે આ અંગે ગામનાં સરપંચ અબ્બાસભાઇ ખલાણીએ જણાવ્યુ હતુ કે ગામની ગટર વારંવાર ઉભરાતી હોય ગંદુપાણી પીવાના પાણીમાં ભળે છે.માટે આ ગટરની મેન હોલ સફાઈ માટે જેટીંગ મશીનની જરૂરીયાત પડે આ મશીન ૧૪ માં નાણાપંચની ગ્રાંટમાંથી ફાળવવા માટે જીલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી છે.જો વહેલી તકે આ મશીન તંત્ર દ્વારા ફાળવવામાં આવે તો ગામની સમસ્યાનુ નિરાકરણ થઈ શકે તેમ છે.

Previous articleપાલિતાણાના આદપુર ગામના બે શખ્સોની મુંબઈ પોલીસ દ્વારા અટકાયત
Next articleપુત્રી જન્મની ખુશીમાં રપ વૃક્ષોનું વૃક્ષારોપણ