જાફરાબાદના ગામડામાં સવાજો દ્વારા અનેક વખત પશુઓના મારણ થાય છે અને જંગલ ખાતાને જાણ કરવામાં આવે છે જેમાં ગઈકાલે માણસા ગામે ચાર સવાજનું ટોળું માણસા ગામની અંદર ધસી આવેલ અને ચાર જેટલી ગાયોને મારીને મિજબાની માણી હતી. આ સમાચાર મળતા ગામના સરપંચ ધનશ્યામભાઈ સેખડા તથા દિલીપભાઈ મકવાણાએ વન વિભાગને જાણ કરી હતી અને તાત્કાલીક પિજરૂ મુકી સાવજોને પકડવા માંગ કરી હતી. આ ગામડામાં જંગલમાંથી અનેક વખત સાવજો ગામમાં આવી જતા હોય છે.