ઘોઘા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળો ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પિથલપુર ગામે યોજાયો જેમાં જિલ્લા સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા, ટી.પી. ઓ.ડી.કે. ઉપાધ્યાય, તાલુકા પ્રાથમિક શીક્ષક સંઘના પ્રમુખ સજુભા ગોહિલ, મહામંત્રી હિંમતભાઈ જાની, તાલુકા પંચાયત સદસ્ય નરેન્દ્રસિંહ ગોહિલ, બી.આર.સી. વિજયભાઈ કાંટારીયા, સરપંચ ઓદરકા કુવરસિંહ ગોહિલ, કુકડના સરપંચ કુમારપાલસિંહ, સી.આર.સી. જયદેવસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ, પ્રહલાદસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ, જયેશભાઈ, રવિભાઈ, કબાભાઈ, રાજેન્દ્રભાઈ, કેન્દ્રવર્તી આચાર્ય રાજેન્દ્રસિંહ, દિપેનભાઈ દીક્ષિત, મહેન્દ્રસિંહ સરવૈયા, અશોકભાઈ બારોટ, જીલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા, આચાર્યઓ, શિક્ષક મિત્રો બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતાં. તાલુકામાંથી ૪પ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. પ્રમુખ દ્વારા બાળ વિજ્ઞાની કોને જીલ્લા, રાજય કક્ષાએ અને દેશમાં નામ રોશન કરો તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.