શહેરના મોતીબાગ ટાઉનહોલના બગીચામાં જાહેરમાં વરલી-મટકાનો જુગારના આંકડા લખતા અને લખાવતા કુલ ત્રણ ઈસમોને એલસીબી ટીમે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન જીલ્લા પંચાયત ઓફિસ પાસે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલ તથા જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, મોતીબાગ ટાઉન હોલમાં બાજુમાં આવેલ બગીચા અંદર બાકડા ઉપર લાલજીભાઇ રામજીભાઇ રહે.ચાવડી ગેટ,ભાવનગરવાળો બેસી બોલપેન દ્દારા વરલી-મટકાનાં આંકડા ડાયરીમાં લખતો અને બે ઇસમો વરલી મટકાનાં આંકડા લખી-લખાવી હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતાં જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખતાં લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ રામજીભાઇ ડાબેસરા ઉ.વ.૬૪ રહે.ચાવડી ગેટ,પાવર હાઉસ પાસે વરલી મટકાનાં આંકડા લખનાર પાસેથી આંકડા લખેલ ડાયરી-૧, મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૮,૯૫૦/- તથા વરલી મટકાનાં આંકડા લખાવતાં ગગજીભાઇ પોપટભાઇ મકવાણા ઉ.વ.૫૦ રહે. આખલોલ જકાતનાકા, ઇન્દિરાનગર, રોકડ રૂ.૫૫૦/-, ગોરધનભાઇ મનજીભાઇ બારૈયા ઉ.વ.૬૨ રહે. ઘોઘા રોડ, ખારશી પાસે, રોકડ રૂ.૭૦૦/- મળી કુલ રૂ.રૂ.૧૦,૭૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.