ગારિયાધારની મેઈનબજારમાં વરલી મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો

1016

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.એચ. બાર તથા પીએસઆઈ એમ.પી.પંડયા, હેડ. કો.પી.કે.ગામેતી, પો.કોન્સ. વિજયભાઈ એમ. મકવાણા, પો.કોન્સ. જે.એમ.ડાંગર, પો.કો.દિલીપભાઇ ખાચર, પો.કો.કે.કે. જોગદીયા, પો.કોન્સ .શકિતસિંહ સરવૈયા  પોલીસ સ્ટાફનાં માણસો સાથે ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સધન ચેકીંગ તથા પેટ્રોલીંગ હાથ ધરી.

મેઈનબજાર રતન વિડીયોવાળી શેરી ગારિયાધાર પાસે વરલી મટકાના આંક ફરકના જુગારની પ્રવૃત્તિ આચરતો તૌસીફ કરીમભાઈ પઠાણ રહે.મેઈનબજાર રતનવિડીયો વાળી શેરી ગારિયાધારને પકડી પાડેલ અને તેની પાસેથી બોલપેન તથા આંકડા લખેલ જુદી જુદી ચીઠ્ઠીઓ તેમજ રોકડા રૂા.૧૦,૧૭૦ તથા વરલી મટકાના લગત સાહિત્ય કબ્જે કરી ઈસમ વિરૂધ્ધ જુગારધારા પ્રતિબંધ કલમ ૧ર (અ) મુજબ પો.કોન્સ. વિજયભાઈ મેહુરભાઈ મકવાણાએ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.

Previous articleસિહોરનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
Next articleબારોટ સમાજના સમન્વય કાર્યક્રમમાં વંશ લેખકોનું ઐતિહાસિક સન્માન કરાયું