બારોટ સમાજના સમન્વય કાર્યક્રમમાં વંશ લેખકોનું ઐતિહાસિક સન્માન કરાયું

1039

અમદાવાદ સંસ્કાર ધર્મ ખાતે અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના વહિવંચા બારોટ સમાજનું ઐતિહાસિક સન્માન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી, શિક્ષણ રાજ્યમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંસ્કાર ધામ સંસ્થાના મેઈન ટ્રસ્ટી પ્રમુખ આર.કે. શાહ મંતવ્ય ફાઉન્ડેશનના મહાનુભાવો જે ભારત મંદિરના સ્થાપક સ્વામી સત્યમંત્રાનંદગીરીજીના સંસ્કાર ધામ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના માતુશ્રી હીરાબા સહિતની કર્મભુમી એવા સાણંદના સંસ્કાર ધામ ખાતે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ (બારોટ), પ્રદેશ અધ્યક્ષ શંભુજી રાવ બારોટ, પ્રદેશ કોષાધ્યક્ષ સતિષભાઈ બારોટ, ગુજરાત યુવા પ્રકોષ્ટ પ્રમુખ હિતેશભાઈ બારોટ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતની જેના પર વંશાવલી સંસ્થાની મેઈન જવાબદારી સોંપાઈ તેવા અમરૂભાઈ બારોટ, કનકભાઈ બારોટ, બારોટ સમાજના સંત વિભુતી શાંતિદાસબાપુ તેમજ ભાવનગર બારોટ સમાજ અમરેલી જિલ્લા રાજુલા બારોટ સમાજ રાજકોટ શહેર બારોટ સમાજ, જુનાગઢ બારોટ સમાજ, ગીર સોમનાથ બારોટ સમાજ, જામનગર બારોટ સમાજ, કચ્છ માંડવી બારોટ સમાજ, ગઢડા-સુરેન્દ્રનગરથી મુંબઈ સુધીના વિષ્નુભાઈ રેણુકાના ઐતિહાસિક સન્માન રાજસભાના સભ્ય મહંત શંભુનાથ ટુંડીયા સહિત રાષ્ટ્રહિત માટે સાંધ્વી ગાયત્રી મંદિરના મહંતની હાજરીમાં વહિવંચા બારોટ સમાજની રાષ્ટ્રના સર્જનથી હિન્દુ સંસ્કૃતિના ગૌરવ સમાન વંશાવલી (ચોપડી) પોથી પૂંજન કરાયું.

 

Previous articleગારિયાધારની મેઈનબજારમાં વરલી મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો
Next articleઆંતર કોલેજ વોલીબોલ સ્પર્ધા