મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો માટે એમ.કે.ભાવ યુનિ સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના યજમાનપદે આજે આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈવેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે કોલેજના સંચાલકો પ્રિન્સીપાલો તથા પ્રધ્યાપકો, ખેલાડીઓ અને સ્પોર્ટના સ્પોર્ટસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.