ભાદરવા સુદ નોમ એટલે રામદેવપીરના ત્રિ-દિવસીય જન્મોત્સવનો પ્રારંભ ઘોઘા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામાપીર યુવક મંડળ તથા ઘોઘા ગામ સમસ્ત દ્વારા આજથીર ામદેવપીર જન્મોત્સવ પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે રામદેપીરના નેમની યાત્રા ડી.જે. ના સંગીત સથવારે સમગ્ર ઘોઘા ગામના માર્ગો પર ફરિ પુનઃ નિજ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ નેજા યાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતાં.