રામદેવપીરના નેજા ઉત્સવ સાથે ત્રિદિવસીય જન્મોત્સવનો પ્રારંભ

1136

ભાવનગર શહેર જિલ્લામાં આજથી ૩ દિવસીય રામદેવપીર જન્મોત્સવનો પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભાવનગર શહેર તતા જિલ્લાના નાના મોટા તમામ ગામડાઓમાં પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ લોક પરંપરા અનુસાર ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ એકાદશી રામદેવપીર પ્રાગટય એકાદશીના ત્રણ દિવસ સુધીના જન્મોત્સવ પર્વનો આજથી આરંભ થયો છે પ્રથમ દિવસે શહેરના કુંભારવાડા, હાદાનગર, કરચલીયા પરા તીલકનગર ખેડુતવાસ, ભરતનગર, સુભાષનગર, વડવા સહિત તમામ વિસ્તારોમાં બાબા રામદેવના નેજા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ નેજા યાત્રામાં જોડાયા હતા અને વાજતે ગાજતે નેજાને મંદિરોના શિખર પધરાવવામાં આવ્યા હતા.

Previous articleટેન્કર ડીવાઈડર પર ચડી ગયું
Next articleસિહોર સંપ્રદાય ઔ.બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વય વંદના, સન્માન સમારોહ યોજાયો