ભારત અને હોન્ગકોન્ગની મેચથી જ્યારે શરૂ થઇ ત્યારે ક્રિકેટ પ્રેમિઓને આશા હતી કે આ મેચ એકતરફની મેચ હશે. આશા હતી કે ભારત રનનો પહાડ ઉભો કરી દેશે. પરંતુ હોન્ગકોન્ગે ભારતને જે રીતે ટક્કર આપી, તે કદાચ જ કોઇ ભૂલી શકે. હોન્ગકોન્ગે ભારતને ના મોટો સ્કોર બનાવવા દીધો અને ના તેમણે સરળતાથી હાર સ્વિકારી હતી. હોન્ગકોન્ગે હારતા પહેલા ભારતને કાંટાની ટક્કર આપી હતી.
ભારતે મંગળવારે હોન્ગકોન્ગને 26 રનથી હરાવ્યું હતું. આ પહેલા ભારતે 7 વિકેટ પર 285 રન બનાવ્યા હતા. ત્યારે સામે હોન્ગકોન્ગે 8 વિકેટ પર 259 રન બનાવ્યા હતા. આ જીતની સાથે ભારતે એશિયા કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. આ ટૂર્નામેન્ટની સુપર-4ની ચારે ટીમ નક્કી થઇ ગઇ છે. આ ટીમમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. બીજી બાજુ શ્રીલંકા અને હોન્ગકોન્ગની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ છે.
હોન્ગકોન્ગની છેલ્લી વનડે મેચ
આઇસીસીએ હોન્ગકોન્ગને વનડે ટીમ નહીં રમવા દેવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે આ તેમની છેલ્લી વનડે મેચ હતી. હવે તેમને વનડે ટીમમાં રમવા ત્યારે જ મળશે, જ્યારે તેઓ તેમની રમતમાં સુધારો કરશે. તેમાં કેટલા વર્ષ લાગશે કે કોઇને ખબર નથી. પરંતુ આ તો નક્કી થઇ ગયું છે કે તેઓએ તેમની છેલ્લી મેચ રમીને સાબીત કરી દીધું કે તેઓ ઇન્ટરનેશનલ સર્કિટમાં જલ્દી પાછા આવશે.