પ્રથમ પંક્તિના અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે સોશ્યલ મિડિયા પર થતા ટ્રોલિંગને હું બહુ સિરિયસલી લેતો નથી. હું એની પરવા જ કરતો નથી.
’ટ્રોલિંગ કરનારા કર્યા કરે. હું એ તરફ ધ્યાન આપતો નથી. એ તરફ ધ્યાન આપવા જતાં મારા કામને પ્રતિકૂળ અસર થાય. એના કરતાં લોકો ભલે ટ્રોલ કરીને પોતાનો અહં સંતોષે. હું ટ્રોલિંગથી હવે ડરતો પણ નથી અને મને ટ્રોલિંગની ચિંતા પણ થતી નથી’ એમ વરુણે કહ્યું હતું.
હાલ વરુણ પોતાની રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ સુઇ ધાગાનું પ્રમોશન કરી રહ્યો છે. એની આ પહેલાંની ફિલ્મ ઓક્ટોબરની જેમ આ ફિલ્મમાં પણ એણે નોન-ગ્લેમરસ રોલ કર્યો છે.
એણે મજાકમાં ઉમેર્યું હતું કે હવે તો મને ટ્રોલ ન કરે ત્યારે મને ચિંતા થતી હોય છે કે હું ટ્રોલર્સની યાદીમાંથી નીકળી ગયો કે શું કે પછી ટ્રોલર્સ મને ભૂલી ગયા છે ?ઔએણે કહ્યું કે હું પોતે મારા સોશ્યલ મિડિયા હેન્ડલને સંભાળું છું. એટલે મારી ભૂલો થાય તો એ માટે હું પોતે જવાબદાર હોઉં છું.