સિદ્ધુનાં આઈએસઆઈ સાથે સંબંધ,કોલ ડિટેલ્સની તપાસ કરો : સુખબીર બાદલ

813

શિરોમણી અકાલી દળનાં પ્રમુખ સુખબીર સિંહ બાદલે મંગળવારે પંજાબનાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને દેશના સૌથી મોટા ગદ્દાર ગણાવતા તેમની કોલ ડિટેઇલ્સની તપાસ કરાવવા માટેની માંગ કરી, કારણ કે તેઓ સતત પાકિસ્તાનીઓનાં સંપર્કમાં છે. મારુ માનવું છે કે સિદ્ધુ આઇએસઆઇની સાથે સંબંધ છે. ગુપ્તચર એજન્સીઓને તેમની કોલ ડિટેલ્સની તપાસ કરવી જોઇએ કારણ કે તેઓ પાકિસ્તાનીઓનાં સતત સંપર્કમાં છે. પૂર્વ ઉપમુક્યમંત્રીએ આરોપ લગાવ્યો કે સિદ્ધુ કરતારપુર સાહેબ જેવા પવિત્ર મુદ્દાઓને કોઇ ગંભીરતા વગર ઉઠાવીને માત્ર સમાચારોમાં રહેવા બાબતે રસ ધરાવે છે. બાદલે દાવો કર્યો કે, કરતારપુર બોર્ડરના મુદ્દે કથિત રીતે મધ્યસ્થી કરવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સિદ્ધુની ઝાટકણી કાઢી છે. બાદલે કહ્યું કે, સિદ્ધુ જ્યારે (પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે) પાકિસ્તાન ગયા હતા તો તેમણે પાકિસ્તાની સેનાના પ્રમુખના ગલે લગાવ્યા. તેમણે તેમની સેનાના પ્રમુખને ગળે લગાવ્યા જેમાં સરહદ પર અમારા સૈનિકોને મારવાનાં આદેશ આપ્યા. સિદ્ધુથી મોટા કોઇ ગદ્દાર હોઇ શકે નહી. હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું કે, સિદ્ધુપંજાબ સરકારમાં મંત્રી છે અને તેમને વિદેશ નીતિ પર ટિપ્પણી કરવાથી દુર રહેવું જોઇએ. વિઝે અહી એક અલગ કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ પંજાબ સરકારમાં મંત્રી છે ન કે વિદેશ મંત્રી. તેમણે વિદેશ નીતિ પર ટિપ્પણી કરતા રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, દેશનાં નાગરિક હોવાનાં કારણે તેઓ પોતાનો વિચાર મુકી શકેછે પરંતુ વિદેશ નીતિમાં દખલ આપી શકે નહી.

Previous articleધારાસભ્યોના પગારમાં 25%નો વધારો
Next articleવડાપ્રધાન બનીશ તો સૌથી પહેલા આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપનાર ફાઈલ પર હસ્તાક્ષર કરીશ