વિધાનસભાના અંતિમ દિવસે ગુજરાતમાં બહુ ગાજેલા મગફળી કાંડમાં રાજકોટ અને જુનાગઢમાં ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગૃહમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વશે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, ૩૧,૦૦૦ બોરીઓની ૫૪, ૨૫૫ મણ મગફળીમાં ભેળસેળ થઈ હોવાની કબૂલાત કરી છે. જુનાગઢ અને રાજકોટમાં અંદાજે ૨૨,૮૯,૦૦૦થી વધુની કિંમતની મગફળીમાં ભેળસેળ થઈ હોવાનો ખુલાસો થયો છે.