કલોલ પોલીસ દ્વારા ૧૩ અને ૧પ વર્ષની બે બાળકીઓ જે છુટી પડી ભુલી પડી હતી તેમને તેમના મા-બાપને સોપવાનું કામ કર્યું હતું. બનાવની વિગત મુજબ કલોલમાં મટવા કુવા બ્રિજ પાસે બે નાની બાળકીઓ મળી આવી હતી. જેને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરતાં તેમનુ નામ અશ્વિનીબેન દિનેશભાઈ અને કાજલબેન શર્મા હોવાનું જણાવેલ. અને અમદાવાદ ખાતેથી રસ્તો ભૂલો પડી જતાં ખોવાઈ ગયેલ તેમ જણાવેલ. આ બંન્ને બાળકીઓને કલોલ શહેર પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતાં તેમણે તેમનું સરનામું યાદ ન હતુ. છતાં હિંમત હાર્યા વગર પોલીસે અમદાવાદના શહેરોમાં તપાસ કરીને મહેનત બાદ તેમના વાલીનું સરનામું શોધી કાઢયું હતુદ અને તેમના વાલીઓને બોલાવી બંન્ને બાળકીઓની ખરાઈ કર્યા બાદ તેમને સુપ્રત કરી હતી.
આ ઓપરેશનમાં હે.કો. જયેશકુમાર, રાજવીરસિંહ, સંદિપસિંહ તેમજ પો.ઈ. પી. એમ. ચૌધરીએ ખાસ રસ લઈ બાળકીઓને તેમના મા-બાપને સુપ્રત કરવાનું સામાજિક અને ઉત્તમ કામ કર્યું છે.