સાબરકાંઠા પાસે ૨ પદયાત્રીને કાળ ભરખ્યો, કારની અડફેટે પ્રાણ પખેરું ઉડ્‌યું

892

આજથી શક્તિધામ અંબાજી મેળાની શરૂઆત થઈ ગઈ છે. બુધવારથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનું વિધિવત્‌ પ્રારંભ સાથે લાખો પદયાત્રિકો માટે કરાયેલ તમામ સુખ-સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવશે તો મેળા દરમિયાન યાત્રિકોની સુખાકારી માટે બહાર પડાયેલ જાહેરનામાઓનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.હાલ અંબાજી જતા તમામ રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અવાર-નવાર રસ્તા પર ચાલતા પદયાત્રીઓ સાથે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આજે સવારે સાબરકાંઠાના પ્રાંતિજ-દલપુર પાસે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને અકસ્માત નડ્‌યો હતો. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે સવારે સાબરકાંઠાના પ્રાંતિજ-દલપુર પાસે ૨ પદયાત્રીઓને કારે અડફેટે લીધા હતા. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં બન્ને પદયાત્રીઓ વિશે એવા અહેવાલ મળી રહ્યા છે કે તેઓ અમદાવાદના દસક્રોઇથી અંબાજી પગયાળા જતા સંઘના સભ્ય હતા.

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને પદયાત્રીઓના મૃતદેહોને ઁસ્ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત કરીને ભાગેલા કાર ચાલકને સાબરકાંઠાના મોતીપુરા ગામ પાસેથી ઝડપી પાડ્‌યા હતો.

Previous articleમગફળી કાંડમાં ગેરરીતિનો સરકારે કર્યો સ્વીકાર, ૩૧,૦૦૦ બોરીઓમાં થઈ ભેળસેળ
Next articleકલોલ ગુરૂકુલમાં આર્યુર્વેદિક કોલેજ દ્વારા રોગ નિદાન કેમ્પ યોજાયો