જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ પ્રોટેક્ટ, રિમોટ પ્રીમિયમ અને સિક્યોર ટ્રેકર જેવા કક્ષામાં અવ્વલ આધુનિક કનેક્ટિવિટી ફીચર્સ તેની ફ્લેગશિપ પ્રોડક્ટો રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ અને ડિસ્કવરીમાં આપવાનું શરૂ કર્યું છે. આ નવી રજૂઆત સાથે વાય-ફાય હોટસ્પોટ જેવાં ફીચર્સ અગાઉથી ધરાવતું ઈનકંટ્રોલ પેકેજ વધુ મજબૂત બનશે.
જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા લિ.ના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે ભારતમાં અત્યંત ઉત્તમ અને નવી કનેક્ટેડ કાર ટેકનોલોજીઓ લાવવાના અમારા પ્રયાસ છે અને અમારા ટેક- સાવી ગ્રાહકો વધુ સુરક્ષિત અને સંરક્ષિત ડ્રાઈવિંગ અનુભવ માણી શકશે.
જેગુઆર લેન્ડ રોવરે સૌપ્રથમ ૪જી સક્ષમ વાય-ફાય અને પ્રો સર્વિસીસ ૨૦૧૭માં રજૂ કર્યાં હતાં. આના જ વિસ્તાર તરીકે જેગુઆર લેન્ડ રોવરે હવે લેન્ડ રોવર ઓપ્ટિમાઈઝ્ડ આસિસ્ટન્સ અને એસઓએસ ઈમરજન્સી કોલ અંડર પ્રોટેક્ટ, રિમોટ પ્રીમિયમ અને સિક્યોર ટ્રેકરનો ઉમેરો કર્યો છે.
વાહન ખરાબ થવાના અશક્ય સંજોગોમાં વાહનના ઉપભોક્તાઓ ઓવરહેડ કોન્સોલની ડાબી બાજુ પર ઓપ્ટિમાઈઝ્ડ આસિસ્ટન્સ બટન પ્રેસ કરીને તાત્કાલિક સહાય માટે વિનંતી કરી શકે છે. આ પગલાથી વાહન ઉપભોક્તા અને હેલ્પલાઈન ઓપરેટર વચ્ચે સંદેશવ્યવહાર સ્થાપિત થાય છે, જે વાહનને બ્રેકડાઉન સર્વિસ યુનિટમાં લઈ જવા માટે માર્ગદર્શન આપશે. ઈનકંટ્રોલ રિમોટ સ્માર્ટફોન એપથી પણ સહાય મેળવી શકાશે. વધુ ગંભીર ઘટનામાં એસઓએસ ઈમરજન્સી કોલ આપોઆપ ઉપભોક્તાને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે જોડે છે, જે ઈમરજન્સી સેવાઓને ઉપભોક્તાના સ્થળની જાણકારી આપે છે. ઈમરજન્સી સહાય ઓવરહેડ કોન્સોલની જમણી બાજુ બટન દબાવીને ઉપભોક્તાઓ દ્વારા મેન્યુઅલી પણ કરી શકાય છે.ૃ