તાંઝાનિયા પોતાની બેજોડ સાંસ્કૃતિક ખજાનાને રુબરુ કરાવવા માટે કરી રહ્યાં છે ઉત્સાહી પર્યટકોનું સ્વાગત

1007

તાંઝાનિયાને “૨૦૧૪ અને ૨૦૧૫માં આફ્રીકામાં બેસ્ટ સફારી કંટ્રી” ઘોષિત કરી છે. તેને તાંઝાનિયાને દુનિયાના નક્શા પર આફ્રીકામાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ રૂપે ઉભરવા માં મદદ કરી છે. તાંઝાનિયાને દુનિયાભરમાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ બનાવવાના ઇરાદા સાથે તાંઝાનિયા પર્યટન બોર્ડએ આજે અમદાવાદમાં એક રોડશોનું આયોજન કર્યુ, જેનો ઉદ્દેશ ત્યાંની બેજોડ સાંસ્કૃતિક સમૃદ્ધિની જલક લોકોને દર્શાવવાની હતી.

તાંઝાનિયા પર્યટન બોર્ડ, એક સરકારી સંગઠન છે અને તે પૂર્વી આફ્રીકાના આ સાર્વભૌમ રાજ્યમાં યાત્રા તથા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.  તાંઝાનિયા પર્યટન બોર્ડના ડેવોટા મદાચીએ જણાવ્યું, “તાંઝાનિયામાં વિદેશી મુદ્રા કમાણીના દ્રષ્ટિ થી પર્યટન ટોચ પર છે. દેશની જીડીપીમાં યાત્રા અને પર્યટનનું કુલ યોગદાન લગભગ ૧૭.૨ ટકા છે અને ૨૦૨૫ સુધી તેમાં ૬.૬ ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. ૨૦૧૭માં પર્યટનએ પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે ૧ લાખ થી વધુ રોજગારનું યોગદાન કર્યું. ૨૦૨૫ સુધી આ સંખ્યા માં પણ ૨.૭ ટકાની વૃદ્ધિ થવાની આશા છે.”

પર્યટન ગંતવ્યના રૂપે તાંઝાનિયામાં આફ્રીકાના કેટલાક વિશ્વસ્તરીય પર્યટન સ્થળ છે, જેમાં પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક તથા પુરાતાત્વિક સ્થળ સમાવિષ્ઠ છે અને આંતરરાષ્ટ્રીય પર્યટન બજારમાં તેની મોટી માંગ છે. તાંઝાનિયા, આફ્રીકા ખંડ પર હાજર મોટા સ્તનપાયી જીવોની સંખ્યામાં થી લગભગ ૨૦ ટકાનું ઘર છે. તાંઝાનિયામાં ૧૬ નેશનલ પાર્ક, ૩૧ ગેમ રિઝર્વ્સ, ૪૪ ગેમ કંટ્રોલ્ડ એરિયા, ૪ રામસર સાઈટ્‌સ અને ૩૩ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ એરિયા છે. તેની સાથે જ રમત જોવાના અનુભવ લેવા માટે આ આફ્રીકી દેશોની સુચીમાં પણ ટોચ પર છે. તાંઝાનિયા પર્યટન બોર્ડના ડેવોટા મદાચી જણાવે છે કે તાંઝાનિયા પર્યટકોને રોમાંચ, શોધ અને આરામનું એક સંપૂર્ણ પેકેજ આપે છે. આ ખુબીના કારણે અહીં આવનાર પર્યટકોની સંખ્યામાં દરેક વર્ષે વધારો થઇ રહ્યાં છે. ૨૦૦૭ માં તાંઝાનિયામાં ૭ લાખ પર્યટક આવ્યાં હતાં અને ૨૦૧૭માં આ સંખ્યા વધી ૧૩ લાખથી વધુ થઈ ગયી. અમને આશા છે કે ૨૦૨૦ સુધી તાંઝાનિયા આવનાર પર્યટકોની સંખ્યા ૨૦ લાખના આંકડાને પર કરી જશે.

તાંઝાનિયા પોતાના ઇતિહાસ, ૧૪મી થી લઇને ૧૬માં શતાબ્દીના મકબરો, મસ્જિદો અને મહેલો માટે ખુબ પ્રસિદ્ધ છે. તેની વિવિધ સંસ્કૃતિ, પરંપરાઓ અને રીતિ-રિવાજોનો અનુભવ પારંપરિક નૃત્યો, હસ્તશિલ્પકળા, રોક-પેંટિંગ્સ અને પુરાતાત્વિક સ્થળો દ્વારા કરવામાં આવી શકે છે. તાંઝાનિયા યૂનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર ઘોષિત ૭ સ્થળોનું ઘર પણ છે, જેમાં કિલીમંજારો નેશનલ પાર્ક, કિલ્વા કિસીવાનીના ખંડરો, કોનડોઆ રોક આર્ટ સાઈટ્‌સ, નોરોંગોરો કંજરવેશન એરિયા, સેલસ ગેમ્સ રિજર્વ, સેરેન્ગેટી નેશનલ પાર્ક અને સ્ટોન ટાઉન, જાંજીબાર સમાવિષ્ઠ છે.

Previous articleજેગુઆર દ્વારા ઈનકંટ્રોલ પેકેજમાં આધુનિક કનેક્ટિવિટી ફીચર્સ ઓફર કરાઈ
Next articleઘોઘા-દહેજ રો-રો ફેરીની સર્વિસને લંબાવવા તૈયારી