ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આગામી દિવસોમાં વધુ ફ્રીકવન્ટલી ચાલશે
વિધાનસભા ગૃહમાં ભાવનગરના ઘોઘાથી દહેજ રો-રો ફેરી નો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો જેમાં મંત્રી સૌરભભાઈએ જણાવ્યું હતું કે, પેસેન્જર સર્વિસને બદલે પ૪૦ પેસેન્જર અને ૬પ ટ્રકોને લઈ જતી રો-રો ફેરી સર્વિસ હાલ ચાલવાની શરૂ થઈ છે. જે તબકકાવાર ટ્રાફિક પ્રમાણે વધારે ને વધારે સમયે ચાલશે આખા દિવસમાં ૬ થી વધુ વાર ફેરી ચાલશે. અત્યાર સુધીમાં એસ્સાર પાસે ૪૪.૭૧ કરોડ ડીલે-પેનલ્ટી તથા કેપીટલ ડ્રેજીંગ પાસે ર.૪૯ કરોડ વસુલ કરવામાં આવી છે. હાલ આ યોજનામાં પર૯ કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયો છે. પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષમાં ૧૬૦ થી વધુ દિવસ રો-રો ફેરી બંધ રહી હતી. જેને નિયમિત કરા માંગો છો જેના ઉત્તરમાં મંત્રીએ હા પાડી હતી. રો-રો ફેરીનું વેસલ્સ ઓખા બંદર સુધી આવી ગયું છે. જેમાં ટ્રકો સાથે હેરફેર કરી શકાશે જે નવરાત્રીમાં ઉદઘાટન કરી શરૂ કરાશે તેવું મુખ્યમંત્રીએ વચ્ચે ઉભા થઈ જવાબ આપ્યો હતો.
મુખ્યમંત્રીની રો-રો ફેરી માં નિખાલસ કબૂલાત સાથે ૭ થી વધુ જગ્યાથી શરૂ કરવા જાહેરાત
વિધાનસભામાં રો-રો ફેરી શા માટે સમયમર્યાદામાં શરૂ થઈ શકી નહીં તેની ચડસાચડસી કોંગ્રેસ-ભાજપ વચ્ચે થઈ રહી હતી ત્યારે વિધાનસભાના નેતા વિજયભાઈ રૂપાણીએ સ્વીકાર્યું હતું કે અનેક કારણોસર થોડા મોડા થયા છીએ પરંતુ વિદેશોની જેમ દરિયાનો આર્થિક સમૃધ્ધિમાં ઉપયોગ કરી ટ્રાન્સપોટેશનનો ભાર ઘટાડવા માટે સરકાર મકકમ છે. અન્ય દરિયા કિનારાના વિસ્તારના સભ્યોને લાગણી છે કે અમારે ત્યાં પણ આવી સર્વિસ શરૂ કરવામાં આવશે આ સફળ પ્રયોગ બાદ કચ્છ થી પીપાવાવ, જામનગર અને પોર્ટવીકટર બધાના શકય સમાવેશ કરી સાતેક જગ્યાથી મુંબઈ સુધી વિસ્તાર કરવાની યોજના કરાશે.
પ્રધાનમંત્રી કરવસુલી કેન્દ્ર – પેટ્રોલ પમ્પ પર
પ્રજા ટેક્ષ ભરી રહી છે. રાજયને નુકસાનના વળતરનો દાવો કરી બે -ત્રણ વર્ષ રોકી રાખવામાં આવ્યું હતું. તેવું વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નીતિનભાઈ પટેલના જીએસટી-સુધારા વિધેયક પર બોલતાં જણાવ્યું હતું. ગુજરાતનો વેપાર શ્રેષ્ઠ વેપાર ગણાય છે તો આટલી બધી ક્ષતિઓ શા માટે રાખી કે આજે સુધારો લઈને આવવું પડે. આખા દેશમાં એક ટેક્ષની કોંગ્રેસ વાત કરી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને નીતિનભાઈની, સૌરભભાઈની સલાહથી વિલંબ કરાવવાનું, વિરોધ કરવાનું કામ કર્યું હતું. રાજયના જીડીપીમાં ૧પ ટકા યોગદાન આપતુ કૃષિ માટે બજેટમાં ફાળવણી ઓછી પ ટકા જ કેમ ? ૧ લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન કરી રાજયના જીડીપીમાં ફાળો આપે છે. તેમના પર ટેક્ષ-કરવેરા શા માટે ? ખાતર, જંતુનાશક દવા, ઓજારોના ભાવ વધતાં ખેડૂતની મુશ્કેલીઓ વધી છે.