બીએસએફ જવાનનું પાક સૈનિકોએ ગળું કાપી દીધું

727

પાકિસ્તાની સૈનિકોએ ફરી એકવાર શરમજનક અને કમકમાટીભર્યું કૃત્ય કર્યું છે. પાકિસ્તાની સૈનિકોએ બીએસએફના જવાનનું ગળું કાપી દીધું છે. તેમના મૃતદેહને છન્ની કરી દીધો છે. જમ્મુ પ્રદેશમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા હત્યા કરવામાં આવેલા લાપત્તા જવાનની લાશ મળી આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ભારતીય દળોની સામે પાકિસ્તાને આ અમાનવીય કૃત્ય કર્યું છે. આના પરિણામ સ્વરુપે ફરી એકવાર ૧૯૨ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

આ કમકમાટીભર્યો બનાવ ગઇકાલે રામગઢ સેક્ટરમાં બન્યો હતો. ઘટના બાદ સુરક્ષા દળોએ પૂરી આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. બીએસએફએ પોતાના સમકક્ષ પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ કડક બની આ મુદ્દે ઉઠાવ્યો છે. સત્તાવર સૂત્રોએ જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમારના શરીરમાં ત્રણ ગોળીઓના નિશાન પણ મળ્યાં છે. કુમારનો મૃતદેહ છ કલાક બાદ ભારત-પાકિસ્તાન વાડ પાસે મળ્યો હતો. પાકિસ્તાની રેન્જર્સને ગુમ થયેલા જવાનની ભાળ મેળવવા સંયુક્ત તપાસમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાન રેન્જર્સ એક સ્થાન સુધી આવ્યાં બાદ સમન્વિત કાર્યવાહીમાં સામેલ ન થવા માટે વિસ્તારમાં પાણી જમા થયું હોવાનું બહાનું બતાવ્યું હતું. જે બાદ બીએસએફએ સૂર્યાસ્ત સુધી રાહ જોઈ અને જવાનના મૃતદેહને ચોકી સુધી લાવવા માટે જોખમી અભિયાન શરૂ કર્યું. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનની સાથે ક્રુરતાની ઘટના સંભવતઃ પ્રથમ છે અને સરકાર, વિદેશ મંત્રાલય તેમજ ડીજીએમઓ તેને અત્યંત ગંભીરતાથી લીધું છે. તેઓએ કહ્યું કે સમજવામાં આવે છે કે આ મુદ્દો પાકિસ્તાની સમકક્ષોની સામે પણ ઉઠાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે બીએસએફના શોધખોળ દળને મંગળવારે સવારે મેદાનમાં ઉગેલી લાંબી ઘાસ કાપવા માટે વાડની આગળ જવું પડ્‌યું હતું. દળ પર પહેલી વખત સવારે ૧૦ વાગ્યે લગભગ ૪૦ મિનિટ સુધી ગોળી ચલાવવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે બીએસએફના જવાનને પહેલાં લાપતા જાહેર કરાયાં હતા.

Previous articleભવ્ય રામ મંદિરનું નિર્માણ જરૂરી છે : મોહન ભાગવત
Next articleહની ટ્રેપ મામલે બીએસએફ જવાનની યુપી એટીએસે ધરપકડ કરી