રાજુલા-જાફરાબાદના દરિયાકાંઠે કોસ્ટલ બેલ્ટમાં લોકો માટે વધુ એક સેવા ઓમ સાંઈ નેવિગેશન પ્રાઈવેટ કંપની દ્વારા વિક્ટરથી સુરત-હજીરા સુધી લોકોને લાભ મળશે તેમજ વિક્ટરથી ત્રિભકો હજીરા સુધીની ઈકો ફ્રેન્ડલી સર્વિસ અપાશે.જેમાં વિક્ટરથી ભાવનગર સોમનાથ કોસ્ટલ બેલ્ટ નેશનલ હાઈવે નં.૮-ઈ સાથે જોડી દેવાતા લોકોને અત્યંત આધુનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ફેરી સર્વિસનો લાભ મળશે. તેથી અંતર અને ખીસ્સા ખર્ચ પણ ઘટશે. સુત્રો દ્વારા મળેલ પ્રાપ્ત વિગત પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે હાલનું અંતર રર કલાકનું છે તે ઘટીને દરિયાઈ માર્ગે માત્ર ૭ કલાકનું થશે અને દરિયાઈ માર્ગે પરિવહનની સુવિધા પણ મળી રહેશે. રો-રો ફેરી સર્વિસ સાથે વેશલ એન્જીનવાળો ટ્રક પણ પરિવહનની સેવા આપશે. આ સેવા પોર્ટ વિક્ટરથી ૪ કિલોમીટર ગુડ રોડ સાથે કનેક્ટીવીટી આપી જોડાશે. હાલ ભુમી માર્ગે રર કલાકની જગ્યાએ દરિયાઈ માર્ગે માત્ર ૭ કલાક અને ભૂમિ માર્ગે પ૧૯ કિલોમીટર ઘટીને દરિયાઈ માર્ગે ૧ર૩ કિલોમીટર અંતર સાથે ટ્રકનું એંધાણ ભુમી માર્ગે ૯૮૦૦નું વપરાય તેને બદલે દરિયાઈ માર્ગે કોઈ ખર્ચ થશે નહીં. આમ જનતાને આર્થિક રીતે જિલ્લાભરને ફાયદો થશે. ઉપરાંત રપ કર્મચારીઓના સ્ટાફ સાથે મલ્ટીપલ ટ્રક સાથે સેવા મળી રહેશે. હાલ ઓમ સાંઈ નેવિગેશન દ્વારા રો-રો ફેરી શરૂ કરવા આખરીઓપ અપાઈ રહ્યો છે અને આ સર્વિસથી કોસ્ટલબેલ્ટ એક બીજાની સાથે જોડાશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિવહન શક્ય બનશે જેનો લોકોને ભરપુર ફાયદો થશે.