રાજુલાના ભેરાઈ નજીકથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના ભેરાઈ નજીકથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં શરીર પણ કોઈ નિશાન ન હતા મુખના ભાગેથી ફીણ નિકળી ગયા હતાં. આ બાબતે વન વિભાગના ઈ આરએફઓ રાજયગુરૂએ જણાવ્યું હતું કે આંતરિક કુદરતી બિમારીથી મોત થયું છે હાલ પીએમની કાર્યવાહી શરૂ છે બાદમાં સત્ય બહાર આવશે અગાવ પણ અનેક સિંહના મૃતદેહો મળ્યા છે ત્યારે આજે ફરીથી મૃતદેહ મળતા વન્યપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.