મહોરમ નિમિત્તે દામનગરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

1022

દામનગર શહેરમાં  પીએસઆઈ યશવંતસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી મહોરમ અને ગણેશ વિસર્જન બંને તહેવારોને લઈ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હિન્દૂ મુસ્લિમ સમાજની બેઠક મળી આ બેઠકમાં દામનગર શહેરમાંથી દરેક સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. દામનગર નગર પાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ દામનગર ચેમ્બર ઓફ કોમર્સ ના અમરશીભાઈ નારોલા બી ડી પટેલ, નટુભાઈ ભાતિયા, રજનીકાંત રાજ્યગુરૂ,  બ્રહ્મસમાજના કિશોરભાઈ ભટ્ટ, માલધારી સમાજના ભૂરાભાઈ સાસલા, જનક્ષત્રિય સમાજના ઘનશ્યામભાઈ પરમારપ મુસ્લિમ સમાજના કાસમભાઈ અમિષા મિલ વાળા, ફિરોઝભાઈ મહેતર હુસેનભાઈ, સેરસિયા હાજીભાઈ, ભાભલુભાઈ મુસાભાઈ ચુડાસમા જાદુગર લાલુભાઈ સહિત શહેરમાં દરેક સમાજના અગ્રણીની હાજરીમાં હિન્દૂ મુસ્લિમ બંને સમાજ એકમેક તહેવારો પરસ્પર ભાઈચારા ઉજવાય છે તે સૌથી મોટી ખુશી વ્યક્ત કરતા દામનગર પોલીસ સ્ટાફ તરફથી સહકાર ભર્યું કોઈ પણ પશ્ન હોય તો સજેશન કરવા નવ નિયુક્ત પીએસઆઇ ગોહિલે સ્થાનિક અગ્રણીઓ વચ્ચેના સુમેળની સરાહના કરી હતી.

Previous articleજાફરાબાદ શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી
Next articleઆંબલા : વાંકિયા હનુમાનજી પ્રવેશદ્વાર