પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી કલસ્ટરની તમામ પેટા શાળા વિરપુર (પાલી.) જમણવાવ, વડીયા, સુંજળીયા, જુના લોઈંચડા, નવા લોઈંચડા, મોટી રાજસ્થળી પ્રાથમિક શાળાઓના ખેલ મહાકુંભ અંતર્ગત સંયકુત રીતે બાળ રમતોત્સવનું આજ આયોજન કરવામાં આવેલ. જેમાં સૌપ્રથમ આ રમતોત્સવનું ઉદ્દઘાટન કલ્પેશભાઈ દવે (મોટી રાજસ્થળી કે.વ.આચાર્ય) તથા વિજયભાઈ ગોસ્વામી (સી.આર.સી.કો. મોટી રાજસ્થળી) અને વિરપુર (પાલી) શાળાના આચાર્ય પંડયા દક્ષાબેન દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમના મુખ્ય અધિકારી ગોહેલ હાર્દિકભાઈ (બી.આર.સી. પાલિતાણા) વિશેષ હાજર રહેલ. આ રમતોત્સવમાં કબડ્ડી, ખો-ખો, લાંબી કુદ, ગોળા ફેક, ૩૦ મી દોડ, પ૦ મીટર દોડ તથા ૧૦૦ મીટર દોડ જેવી ભાઈઓ તથા બહેનો માટે વિવિધ રમતો રાખેલ. જેમાં કુલ ૧૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિજેતા વિદ્યાર્થીઓને શિલડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને તમામ બાળકોને ઈનામ અપાયા હતાં.