લાઠી શહેર ચેમ્બર ઓફ કોમર્સ અને ભારતીય કિસાન સંધ દ્વારા રેલી રૂપે પ્રાંત અધિકારી લાઠી અને તાલુકા મેજી લાઠીને આવેદન પત્ર પાઠવી ગાંગડીયા નદીને તાત્કાલિક ધોરણે પાણીથી ભરવા રજુઆત કરતા ભારતીય કિસાન સંધ અને લાઠી ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારી ઓ જોડાયા હતા રેલી રૂપે પ્રાંત ઓફીસ અને મામલતદાર ઓફિસે આવેદન પત્ર દ્વારા સૌની યોજના લિંક ૪ પેકેજ ૫માં ગાંગડિયા નદી ભરવા વાલ્વ મૂકી સમાવિષ્ટ કરાયેલ છે આ યોજના હેઠળ ગાંગડિયો નદી ભરવા તાત્કાલિક નિર્ણય કરાય તેવી માંગ કરાયેલ સિત્તેર કિમિ કરતા વધુ લંબાઈ સુધી વિસ્તરેલી આ નદી લાઠી શહેર તેમજ ગ્રામ્ય દુધાળા લુવારિયા અકાળા અને ખારા પાટ ના હથીગઢ સનાળિયા વાધણીયા નાના લીલીયા પીપળવા સહિત અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દરેક જીવો માટે અતિ ઉપીયોગી નદી ત્વરિત ભરવાની માંગ સાથે લાઠી શહેરમાં રેલી રૂપે સરકારને આવેદન પત્ર પાઠવ્યુ હતુેં.