સુરત ખાતે ટ્રાફિક બ્રિગેડની દબંગાઈ સામે યુવા કોળી સમાજે રોષ પુર્વક આવેદનપત્ર

936

ગત દિવસોમાં સુરત મહાનગરમાં ટ્રાફિક વ્યવસ્થાને નામે વાહન ઉઠાવીને તોડ કરીને ખાખી વર્દીનો ડર બતાવીને નાણાનું ગેરકાયદેસર ઉધરાણુ કરી કોળી સમાજના યુવા આગેવાનોને ઢોર માર માર્યાના આક્ષેપ સાથે આજરોજ ગારરિયાધાર કોળી સમાજના યુવા આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદાર ગારિયાધારને આવેદનપત્ર આપવામાં આવેલ.

આ ઉપરાંત આવેદનપત્રમાં વિગતે આક્ષેપો જોઈએ તો ટ્રાફિક વ્યવસ્થાના નામે વાહનો ટોઈંગ કરવાનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીઓને આપવામાં આવેલો છે જે બહારના રાજયોના ગુંડાઓ અને માથાભારે તત્વો દ્વારા વાહનો ખેંચાળી ને અવાર-નવાર મોટા તોડ કરતા હાવાના આક્ષેપો હતા જયારે ગત દિવસોમાં જ ગુજરાત જન ચેતના પાર્ટીના મહામંત્રી તથા યુવા કોળી સમાજના અગ્રણી આ બાબતે રજુઆત કરવા જતા ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવેલ. જયારે આ મામલે આજરોજ બહોળી સંખ્યામાં કોળી યુવા વર્ગ તથા આગેવાનો દ્વારા તંત્રને રજુઆત કરીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરેલ અને સંતોષકારક કામગીરી તંત્ર નહીં કરે તો યુવા કોળી સમાજ રાજય વ્યાપી આંદોલનો આ મુદ્દે કરશેનું કોળી સમાજ આગેવાનો ઘનશ્યામ વાઘેલ દ્વારા જાણવા મળેલ.

Previous articleબોટાદ ખાતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા
Next articleઆંગણવાડી કેન્દ્રોની ચેરપર્સન દિવ્યાબેને લીધેલી ખાસ મુલાકાત