ભાવનગર મહાપાલિકા યુસીડી વિભાગ દ્વારા ઘટક-૧ અને ઘટક-રમાં આવેલ કુલ ૩૧૪ જેટલી આંગણવાડીઓમાં પોષણ સપ્તાહ શરૂ થયો છે. આ પોષણ સપ્તાહમાં દરેક આંગણવાડીઓમાં વિવિધ પ્રકારની હરીફાઈઓમાં યોજવામાં આવેલ છે. આવા પોષણ સપ્તાહ અંગેની ઉજવણીનો ભાગરૂપે સોશ્યલ વેલ્ફેર કમિટી ચેરપર્સન દિવ્યાબેન વ્યાસ દરેક આંગણવાડી કેન્દ્રોમાં પ્રોત્સાહક હાજરી આપી પોષણ સપ્તાહ કાર્યક્રમો નિહાળી સારી પ્રવૃત્તિ અંગે આંગણવાડી સંચાલકોને અભિનંદન આપેલ. સીડીપીઓ જ્યોતિબેન વ્યાસ પણ હાજર રહેલ.