રાજુલા જાફરાબાદના વેપારીઓ આગેવાનો દ્વારા ગણેશોત્સવમાં હાજરી આપી હતી જેમાં ભવ્ય ફલોટોએ આકર્ષણ જમાવ્યું હતું. હીરાભાઈ સોલંકી આયોજિત આ મહોત્સવમાં ભવ્ય મહોત્સવમાં ભાવિક જોડાયા હતાં.
રાજુલા જાફરાબાદના વેપારીઓ આગેવાનો તેમજ વિવિધ સમાજના લોકોએ મુંબઈ ખાતે ગણેશોત્સવમાં ભાગ લીધો હતો. કૃષ્ણ જન્મ, કંસનો વધ નાગદમન જેવા આબેહુબ ફલોટોએ આકર્ષણ જમાવ્યું હતું.
રાજુલાના પુર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી છેલ્લા ૩૯ વર્ષથી આ ભવ્ય આયોજન કરે છે. ધારાસભ્ય હોય કે ન હોય પણ રાજુલા જાફરાબાદના લોકો માટેની લાગણી અપાર હોય છે તે સાબિત કરી પોતાના મહેમાનોની મહેમાનગતિ કરી હતી.
આ ઉત્સવમાં બકુલભાઈ વોરા આહિર સમાજ અગ્રણી, ખાંગડભાઈ ભરતભાઈ સંઘવી, સાગરભાઈ સરવૈયા, અભયભાઈ રાજયગુરૂ, હિરેનભાઈ સોની, કનાનાભાઈ તલાટી, અમરૂભાઈ બારોટ, દુષ્યંતભાઈ ભટ્ટ, કશ્યપ પારેખઘ ધેયાભાઈ, પ્રિતેશભાઈ મહેતા ગૌરાંગભાઈ મહેતા સહિતના જોડાયા હતાં.