વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શન-ધરણા યોજવામાં આવ્યા હતા.
વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા કેન્દ્ર સરકાર પાસે નવી પેન્શન સ્કીમ દુર કરી તેના સ્થાને જુની સ્કીમ લાગુ કરવા ઓછામાં ઓછો પગારદર રૂા.ર૧,૦૦૦ કરવા પગારની ફીટમેન્ટ ફોર્મ્યુલામાં સુધારો કરવા તમામ સેફ્ટી કેટેગરીના કર્મીઓને રીસ્ક એન્ડ હાર્ડશીપ એલાન્સ આપવા, વિવિધ ખાતાઓમાં લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓમાં નિમણુંક કરવા, રેલ્વેનું ખાનગીકરણ થતું અટકાવવા સહિતના પડતર પ્રશ્નો સંદર્ભે કેન્દ્ર સરકારે ધ્યાન ન આપતા વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના જનરલ સેક્રેટરી જે.જી. મહુકરની આગેવાની હેઠળ ભાવનગર ટર્મીનસ પર પ્રતિક ધરણા સાથે રેલ્વે ટ્રેક પર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભાવનગર રેલ્વે ડીવીઝન હેઠળ આવતા જેતલસર, જુનાગઢ, બોટાદ સહિતના ડીવીઝનોના કર્મચારીઓ જોડાયા હતા.