ભક્તિભાવ સાથે શહેરમાં થતી ગણેશ ઉત્સવની ઉજવણી

996

ગણપતિ બાપા મોરીયા, મંગલમુર્તિ મોરીયાના નાદ સાથે ભાવનગર શહેરમાં વિવિધ વીસ્તારોમાં ગણેશ ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે સાતમાં દિવસે કેટલાક આયોજકોએ ઉત્સવનો સમાપન કરી વિર્સજન કર્યુ હતું. જયારે હજુ અનેક સ્થળોએ આસ્થાભેર ઉજવણી ચાલી રહી છે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. શહેરના વડવા, પાદર દેવકી, કુંભારવાડા, અમર સોસાયટી, પ્રેસ કર્વાટર, કાળીયાબીડ તેમજ નિર્મળનગર સહિતના વીસ્તારોમાં યુવક મંડળો દ્વારા ગણેશ ઉત્સવના વિશાળ અને ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં દરરોજ સવાર-સાંજ મહાઆરતી, બપોરના થાળ તેમજ રાત્રીના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં ભાવિક ભાઈઓ-બહેનો ગણપતિજીના દર્શન અને પુજનનો લ્હાવો લઈ રહ્યા છે. અને ભક્તિભાવનું વાતાવરણ ઠેર-ઠેર સર્જાઈ રહ્યું છે.

Previous articleઘોઘા ગામે રામદેવપીર જન્મોત્સવની ઉજવણી
Next articleધોળા દિવસે તસ્કરો મકાનમાં ધુસી ૪પ હજારની મત્તાની ચોરી કરી ગયા