શહેરના કાળીયાબીડ ખાતે આવેલ ગોકુલધામ-ર સોસાયટીના રહેણાંકી મકાનમાં ધોળા દિવસે તસ્કરો ઘરમાં ધુસી જઈ રૂમના કબાટમાં રાખેલા સોનાના ઘરેણા સહિતની મત્તાની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાળીયાબીડ ગોકુલધામ-ર પ્લોટ નં. ૩૧ર૮-સીમાં રહેતા પ્રવિણચંદ્ર જેષ્ઠારામ ત્રિવેદી (ઉ.વ.૭૦) મકાનના ઉપરના માળે કોઈ કામ સબબ ગયા હતા તે વેળાએ કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં ધસી જઈ રૂમનાં કાબટમાં રાખેલ સોનાનું મંગળ સુત્ર-૩ સોનાની વિંટી સહિત કુલ રૂા. ૪પ હજારની મત્તા ઉઠાવી ગયા હતા બનાવ અંગે પ્રવિણચંદ્ર ત્રિવેદીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. રેવરએ હાથ ધરી છે.