બોરતળાવના પાળા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી

1112

શહેરના બોરતળાવ પાણીના પાળા પાસે અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ થતા બોરતળાવ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના બોરતળાવ ખાતે પાણીના પાળા પાસે સવારના સમયે કોઈ પુરૂષની લાશ પડી હોવાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleએકટીવા, બાઈકનો અકસ્માત સર્જાતા વિદ્યાર્થીનીનું કરૂણ મોત
Next articleસર.ટી. હોસ્પિટલમાં સ્વાઈનફલુના શંકાસ્પદ લક્ષણ સાથે દાખલ સગીરનું સારવારમાં મોત