સર.ટી. હોસ્પિટલમાં સ્વાઈનફલુના શંકાસ્પદ લક્ષણ સાથે દાખલ સગીરનું સારવારમાં મોત

1350

શહેરના સર.ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફલુના ગંભીર લક્ષણો સાથે ૪ દિવસ પુર્વે દાખલ કરવામાં આવેલ સગીરનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. જયારે ૩ દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે.  હજુ ચોમાસાનું સમાપન થયુ પણ નથી અને શિયાળાનો આરંભ નથી થયો એવા સમયે અલગ-અલગ રોગોનો ભોગ લોકો બની રહ્યા છે. ત્યારે લોકો જેના નામ માત્રથી થર થર કાંપે છે. એવા જીવલેણ સ્વાઈન ફલુના રોગ એ ફરિ એકવાર દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હાલ સર.ટી. હોસ્પિટલમાં ત્રણ દર્દીઓને સ્વાઈન ફલુના અલાયદા વોર્ડ ટ્રોમાં સેન્ટરમાં ખાસ તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ એક ૧૩ વર્ષીય સગીરને સઘન સારવાર બાદ પણ બચાવી શકાયો ન હતો. આ અંગે સર.ટી. હોસ્પિટલના આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના મથાવડા ગામે રહેતા શ્રજમીવી પરિવારનો ૧૩ વર્ષિય પુત્ર અને ધો.૭માં અભ્યાસ કરતો સગીર ગત તા. ૧૬-૯-ર૦૧૮ને રવિવારના રોજ તેના ઘરે શરદી તાવના સામાન્ય લક્ષણો દેખાતા તેના વાલીઓએ  પ્રથમ ગામમાં આવેલ એક દવાખાનામાં ત્યાર બાદ વધુ સારવાર અર્થે તળાજા રેફરલ  હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જવાથી તેને ભાવનગર સર.ટી. હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં એડમીટ કરવામાં આવેલ અને ધનિષ્ઠ સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ ટ્રીટમેન્ટ કારગત નિવડી ન હતી અને મોડી સાંજે હોસ્પિટલના બિછાને સઝારે દમ તોડ્યો હતો આથી હોસ્પિટલ સત્તાવાળાઓએ સગીરના મૃતદેહને ખાસ કરવામાં પેક કરી તેના પરિવારને અંતિમ ક્રિયાની ગાઈડ લાઈન આપી રવાના કર્યા હતા તથા પરિવારના અન્ય સભ્યોને પણ મેડીકલ ચેકઅપની ભલામણ કરી હતી તો બીજી તરફ સ્વાઈનફલુ વોર્ડમાં જેસર ગામના પપ વર્ષિય આધેડ બોટાદની ૬૦ વર્ષિય વૃધ્ધા તથા મહુવાના તરેડ ગામની ૭૦ વર્ષિય વૃધ્ધા સઘન સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleબોરતળાવના પાળા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી
Next articleનિષ્કલંકના દરિયે ગણેશ વિસર્જન કરવા ગયેલ આધેડનું ડુબી જતા મોત