મુંબઇથી જયપુર જતી જેટ એરવેઝની ફ્લાઇટમાં એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ. ક્રૂ મેમ્બર્સની એક ભૂલનાં કારણે ફ્લાઇટને અધવચ્ચેથી જ મુંબઇ પરત ફરવું પડ્યુ હતું. હકિકતમાં ક્રુ મેમ્બર કેબિનની પ્રેશર મેઇન્ટેઇન કરવાની સ્વિચ (હવાનું દબાણ જાળવી રાખવાની સ્વિચ) ચાલુ કરવાનું ભૂલી ગયો હતો. ફ્લાઇટમાં આશરે 166 યાત્રી અને 5 ક્રુ મેમ્બર્સ સવાર હતાં.